20140806

હું ગુજરાતી



ગુજરાતી, હું ગુજરાતી
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી,
પુજા પાઠ મા હુ બ્રાહ્મણ જેવો,
વેપારમાં હું વાણિયા જેવો,
બળ અને બુધ્ધિમાં લુહાણા જેવો,
સાન મારી પટેલ જેવી,
અહિસામાં હું ગાધી જેવો,
ભક્તિમાં હું નરસિહ મહેતા જેવો,
તાકાત મારી સરદાર પટેલ જેવી,
વહીવટ મારો નરેન્દ્ર મોદી જેવો,
હું ગુજરાતી, હું ગુજરાતી
મારી નાત ગુજરાતી,મારી જાત ગુજરાતી,
મારો ધર્મ ગુજરાતી,મારા સસ્કાર ગુજરાતી.


મહાન લોકોના અનુભવની ૧૬ વાતો:

1- ગુણ: ન હોય તો રૂપ વ્યર્થ છે.

2- વિનમ્રતા: ન હોયતો વિદ્યા વ્યર્થ છે.

3- ઉપયોગ: ન આવે તો ધન વ્યર્થ છે.

4- સાહસ: ન હોય તો હથિયાર વ્યર્થ છે.

5- ભૂખ: ન હોય તો ભોજન વ્યર્થ છે.

6- હોશ: ન હોય તો જોશ વ્યર્થ છે.

7- પરોપકાર: ન કરનારાઓનું જીવન વ્યર્થ છે.

8- ગુસ્સો: અકલને ખાઈ જાય છે.

9- અંહકાર: મનને ખાઈ જાય છે.

10- ચિંતા: આયુને ખાઈ જાય છે.

11- રિશ્વત: ઇન્સાફને ખાઈ જાય છે.

12- લાલચ: ઇમાનને ખાઈ જાય છે.

13- દાન: કરવાથી દરિદ્રતાનો અંત થઈ જાય છે.

14- સુંદરતા: લજ્જા(લાજ) વગરની વ્યર્થ છે.

15- દોસ્ત: ચિડાતો દોસ્ત હસતા દુશ્મન કરતા સારો છે.

16- ચહેરો: માણસની કિમત તેની સૂરતથી નહીં પણ સીરત ગુણોથી લગાવવી જોઈએ.