20140702

કૃષ્ણકાંત ઉનડકટ, Krishankant Unadkat

Krishankant Unadkat-    ‘કોઈ જ પ્રોબ્લેમ હોતો નથી, છતાં માણસ મજામાં રહી શકતો નથી. દરેકના મનમાં કોઈ ને કોઈ ઉચાટ છે. આપણે બધા ફરિયાદોનાં ભારેખમ પોટલાં લઈને ફરતા રહીએ છીએ. પોટલું ખોલીને આપણે ફરિયાદને પંપાળતા રહીએ છીએ. ‘
- ‘ નસીબ, લક અને તકદીર એવાં હાથવગાં બહાનાં છે જેનો આપણે ફટ દઈને ઉપયોગ કરી લઈએ છીએ. આપણને સ્વીકાર્ય ન હોય એવું કંઈક બને કે તરત જ આપણે એવું કહી દઈએ છીએ કે મારાં નસીબ જ ખરાબ છે. ‘
-
-
————————————————
જન્મ
  • ૧૨, ઓગસ્ટ-૧૯૬૩; શાપુર; જિ. જૂનાગઢ
કુટુમ્બ
  • માતા- જશુબેન ; પિતા- રસિકલાલ
  • પત્ની – જ્યોતિ ; સંતાનો -
અભ્યાસ
  • બી.કોમ. ; એલ.એલ.બી – જૂનાગઢ
  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એ. ડી. શેઠ પત્રકારિત્વ ભવનમાં જર્નલિઝમ ડીપ્લોમા
  • માસ્ટર ઇન જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનની ડિગ્રીઓ
વ્યવસાય 
  • પત્રકાર
  • હાલ ‘સંદેશ’ માં તંત્રી
Krishankant Unadkat_1

        માર્ક ટ્વેઇન અને વિલિયમ ડીન હોવેલ્સ એક પ્રાર્થનાસભા પતાવીને બહાર નિકળ્યા. જોયું તો બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. હોવેલ્સે અમસ્તા જ માર્ક ટ્વેઇનને પૂછયું, “શું લાગે છે, વરસાદ બંધ થશે? ”
       ” આજ સુધી તો કાયમ એવું જ બન્યું છે! ” – માર્ક ટ્વેઇને હસીને જવાબ આપ્યો.
       માર્ક ટ્વેઇનની વાતમાં જીવનનો મર્મ મળે છે. કશું જ પરમેનન્ટ નથી અને બધું જ સતત બદલતું રહેવાનું છે. સુખ અને દુ:ખનું પણ એવું જ છે. કોઇ વરસાદ કાયમ વરસતો નથી. એક સમયે તો વરસાદને અટકવાનું જ છે. ખરા બપોરે ગમે તેટલો તાપ હોય તો પણ સાંજે ટાઢક થવાની જ છે. સવાલ એટલો જ હોય છે કે માણસ સમયને બદલવાની રાહ જુએ.

એમના વિશે વિશેષ
  • ચાર ધોરણ સુધી અભ્યાસ ગામની શાળામાં જ. પાંચમા ધોરણથી નવમા ધોરણ સુધી – પોરબંદરમાં એમની જ્ઞાતિ દ્વારા ચલાવાતા લોહાણા બાલાશ્રમમાં રહીને. ૧૦મા થી ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ જુનાગઢમાં 
  • પિતા “શરૂઆત” નામના સાપ્તાહિકના માલિક હતા; એટલે કૃષ્ણકાંતને જર્નલિઝમમાં પહેલેથી રૂચિ હતી. 
  • IIM , ઈંદોરમાંથી પત્રકારિતા અંગેનો ખાસ કોર્સ પણ કર્યો છે.
  • જૂનાગઢ ખાતે ‘જનસત્તા’ દૈનિકથી કારકિર્દીની શરૂઆત
  • ગુજરાત સમાચાર, ચિત્રલેખા,દિવ્ય ભાસ્કર અને અભિયાનમાં વિવિધ પ્રકારની કામગીરી સંભાળી
  • છેલ્લા ત્રણ વર્ષથી સંદેશના તંત્રી.
  • જિંદગીની ઘટમાળને ફિલોસોફી સાથે સાંકળી અને લોકોને કંઈક શીખવા મળે એ રીતે તેમના શબ્દો વાચકના હ્રદય સુધી પહોંચે છે. સાંપ્રત પ્રવાહો અને રાજકારણને લગતાં લેખોમાં તેમની હથોટી અને બહોળો અનુભવ રીફ્લેક્ટ થયાં વગર નથી રહેતો.
  • દર રવિવારે સંદેશ દૈનિકની સંસ્કાર પૂર્તિમાં કૃષ્ણકાંત ઉનડકટની  ચિંતનની પળે કોલમ છેલ્લાં દસ વર્ષમાં એક મુકામ કાયમ કરી શકી છે. અનેક વાચકોને પોતાની જિદંગી વિશેની સમજ અને સહજતા આ લેખોમાંથી મળે છે.
  • દેશ અને દુનિયાનાં વિષયો આવરી લેતી દૂરબીન કોલમ દર સંદેશ દૈનિકમાં બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં પ્રકાશિત થાય છે. આ ઉપરાંત દેશ અને દુનિયા રાજકારણને સ્પર્શતી તેમની એકસ્ટ્રા કોમેન્ટ કોલમ દરરોજ નિયમિત રીતે સંદેશના એડિટ પેઈજ ઉપર પ્રકાશિત થાય છે.
  • એમણે ઘણી જાણીતી સંસ્થાઓમાં પત્રકારિતા અને અન્ય વિષય ઉપર પ્રવચનો આપ્યા છે. આ અંગે એમણે સિંગાપોર, લંડન, સ્વીટ્ઝરલેન્ડ અને બાંગ્લાદેશનો પ્રવાસ પણ કર્યો છે.
  • પોતાનું પત્રકારિતાનું જ્ઞાન અન્ય લોકોને મળે એટલા માટે પત્રકારિતાની કોલેજોમાં પાર્ટ ટાઈમ લેકચરર તરીકે પણ સેવા આપે છે.
તેમનાં પત્ની જ્યોતિબેન
તેમનાં પત્ની જ્યોતિબેન
  • તેમનાં પત્ની જ્યોતિબહેન પણ પત્રકાર છે. મુંબઈ સમાચાર દૈનિકની ગુરુવારે પ્રસિદ્ધ થતી લાડકી પૂર્તિમાં તેઓ “તારે મન મારે મન” નામની કોલમ લખે છે. એમણે ૧૫ વર્ષ સુધી ચિત્રલેખા સાપ્તાહિકમાં સિનિયર રિપોર્ટર અને કોલમિસ્ટ તરીકે ફરજ બજાવી. છ મહિના માટે અભિયાન સાપ્તાહિકના ફીચર્સ એડિટર તરીકે કામ કર્યું છે. એ બાદ છ મહિના તેમણે સ્પાર્ક્ બ્રોડકાસ્ટિંગ પ્રાઈવેટ લિમિટેડના મોનિટર પખવાડિકમાં ફીચર્સ એડિટર તરીકે ફરજ બજાવી છે.
Ku_2 
રચનાઓ
  • ચિંતન – ચિંતનની પળે, ચિંતનને ચમકારે, ચિંતનને અજવાળે, ચિંતન @ ૨૪ x ૭; આમને-સામને
સાભાર
  • શ્રી. પી.કે.દાવડા