20130731

આયુર્વેદમાં પણ જેને અમૄત ગણ્યું છે, તેવા મધના છે 17 ફાયદા

આયુર્વેદમાં પણ જેને અમૄત ગણ્યું છે, તેવા મધના છે 17 ફાયદા


આયુર્વેદમાં પણ જેને  અમૄત ગણ્યું છે, તેવા મધના છે 17 ફાયદા

જેની પણ સાથે મધ લેવામાં આવે તેના ગુણોને પણ મધ શરીરના દરેક અંગ સુધી પહોંચાડે છે. મધનો ઉપયોગ ઘણાબધા રોગોને મટાડવા માટે થાય છે. કફ મટાડવા અને શરીરની ચરબી ઘટાડી વજન ઘટાડવા માટે પણ મધનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ સિવાય શ્ચાસ, દમ, ક્ષય, ઉધરસ અને કફ જેવા રોગોને દૂર ભગાવવામાં કફ બહુ ઉપયોગી છે. હેડકી શ્વાસ, ઉધરસ, ઝાડા, ઉલટી. તરસ, રક્તપીત્ત, કૃમી, પ્રમેહ, મુર્છા, થાક બળતરા અને ક્ષતને દૂર કરવામાં પણ મધ ખૂબજ ઉપયોગી રહે છે.

૧. વજન ઘટાડવા માટે એક ગ્લાસ ઠંડા પાણીમાં બે ચમચી મધ સવારમાં પીવું. સવારે બીજું કંઈ ખાવું નહીં. ખાંડ, ગોળ, બટાટા, ભાત, તળેલું, મીઠાઈ, ઘી, તેલ, માખણ બંધ કરવાં.

૨. મધ આંખમાં આંજવાથી આંખ નીર્મળ બની આંખની જ્યોતિ વધે છે.

૩. કોકિલ વર્ણા સ્વર માટે પણ મધ હીતકારી છે.

૪. મધ હૃદયને પ્રીય અને લાભકારક છે.

૫. મધ કામશક્તિ વધારે સેક્શુઅલ પાવર વધારે છે.

૬. મધ ઘા શુદ્ધ કરી રુઝ લાવે છે.

૭. મધમાં ભેજ શોષી લેવાનો ગુણ છે આથી એ જીવાણુનાશક છે. મધમાં ટાઈફોઈડના જીવાણુઓ ૪૮ કલાકમાં અને મરડાના જીવાણુઓ ૧૦ કલાકમાં નાશ પામે છે.

૮. તંદુરસ્ત અને દીર્ઘજીવન ઈચ્છતા લોકોએ મધનું નીયમીત સેવન કરવું જોઈએ. તંદુરસ્ત રહેવા ઈચ્છતી વ્યક્તીએ દરરોજ બે ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ મીશ્ર કરી સેવન કરવું જોઈએ.

૯.  રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી સારી ઉંઘ આવે છે, પેટ સાફ આવે છે.

૧૦.  નરણે કોઠે મધ-લીંબુના શરબતથી ભુખ ઉઘડે છે.

૧૧. હજારો વર્ષ સુધી મધ બગડતું નથી. બાળકોના વિકાસમાં મધ ઉપયોગી છે. જો બાળકને શરૂવાતના નવ માસ સુધી મધ આપવામાં આવે તો તેને છાતીના રોગ ક્યારેય નહીં થાય.

૧૨. મધથી આંતરડાને ઉપયોગી એવા એસીકોકલીસ જીવાણુઓની વૃદ્ધી થાય છે.


૧૩. દુર્બળ અને સગર્ભા સ્ત્રી માટે મધ શ્રેષ્ઠ પોષક આહાર છે.


૧૪. મધ દીર્ઘાયુ બક્ષે છે. મધથી વીર્યની તથા લોહીના રક્તકણોની વૃદ્ધી થાય છે. ગર્ભવતી અને પ્રસુતાએ બાળકના હિતાર્થે મધ લેવું જોઈએ.


૧૫. મધ ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક છે. તે શરીરના રંગને નીખારવાનું અને ચામડીને કોમળ બનાવવાનું કામ કરે છે.


૧૬. ચહેરા અને શરીર પર મધ ઘસવાથી સૌંદર્ય અક્ષય બને છે. સારા સાબુઓમાં મધનો ઉપયોગ થાય છે.


૧૭. મધ, લીંબુ અને ચણાનો લોટ પાણીમાં મીશ્ર કરી ચહેરા પર ઘસી સ્નાન કરવાથી ચહેરો આકર્ષક અને સુંદર બને છે.

આગળ જુઓ મધના ઉપયોગ વધતે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો.....



૧.  દુધ અને ફળોના રસમાં મધ લઈ શકાય. મધ ઠંડા પાણીમાં લેવું હંમેશાં હીતાવહ છેમધ ગરમ કરવું નહીં.


૨. કાકડી, મુળા, માંસ સાથે મધ લઈ ન શકાય.


૩.  ઘી, તેલ વગેરે ચરબીયુક્ત પદાર્થો સાથે મધ સમ માત્રામાં લેવું વીષ સમાન છે.


૪. સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવામાં આવે તો શરીરનો મેદ-સ્થુળતા ઘટી વજન ઉતરે છે. 
    
    જ્યારે મધને સવાર-સાંજ હુંફાળા દુધ સાથે લેવામાં આવે તો શરીરનું વજન વધે છે.


૫. તંદુરસ્ત રહેવા માટે મધનું સેવન અનિવાર્ય છે. મધ લોહીનું શુધ્ધીકરણ કરવા ઉપરાંત શરીરને સ્ફુર્તિલું રાખે છે. દરરોજ સવારે એક ચમચી મધનું સેવન આખો દીવસ શરીરને સ્ફુર્તિ બક્ષે છે.