20130314

હૃદયરોગીઓએ હતાશાને કેમ હંફાવવી?


- હાર્ટએટેક આવ્યા બાદ મહિલાઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેઓ જીવનમાંથી રસ ગુમાવી બેસે છે. એટલે દવાઓની પણ સરખી અસર થતી નથી.


હૃદયરોગ હોવાની જાણ થતાં જ દરદી અને તેના પરિવારજનો એકદમ ચિંતીત બની જાય છે તથા તેને કારણે હતાશા અનુભવે છે.  આજે હૃદયરોગીઓ માટે ઘણી નવી નવી સારવાર ઉપલબ્ધ છે. તે ઉપરાંત જો જીવનશૈલી બદલી થોડી કાળજી રાખવામાં આવે તો બાયપાસ સર્જરી કરાવનાર પણ વર્ષો સુધી સુખેથી જીવી શકે છે. જોકે હૃદયરોગીઓ હતાશ થવાનું જોખમ ત્રણગણું વધારે હોય છે. અને આ હતાશા તેમના હૃદયની સ્થિતિને વધુ ખરાબ બનાવે છે. હાર્ટએટેક આવ્યા બાદ મહિલાઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેઓ જીવનમાંથી રસ ગુમાવી બેસે છે. એટલે દવાઓની પણ સરખી અસર થતી નથી. ઊલ્ટુ હૃદયરોગીએ જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવી જીવનને આનંદથી જીવવાની કળા શીખી લેવી જોઈએ જેથી તેઓ પણ ન હેરાન થાય તથા પરિવારજનોની ચિંતા પણ હળવી થાય. મહિલાઓમાં સહન શક્તિની એક સીમા હોય છે. જ્યારે કોઇ મહિલા ગંભિર બીમારીમાં સરી પડે છે ત્યારે તેની માનસિક સ્થિતિ પર નિયત્રણ ગુમાવી બેસે છે જેના કારણે તે સમયાંતરે તે બીમારીથી બહાર નિકળી શકતી નથી. તેથી હવે મહિલાઓએ સકારાત્મક અભિગમ દ્વારા બીમારીનો સમાનો કરવો જરૃરી છે. જેથી તેમનું સ્વાસ્થ હમેશા માટે જળવાઇ રહે.

-Gujarat Samachar