20130314

કાર ટેસ્ટિંગના ખતરનાક અખતરા

- સામસામે ટક્કર અથવા ગંભીર અકસ્માતના સંજોગોમાં વાહન ચાલકની સુરક્ષાને મહત્ત્વ આપતા વાહન ઉત્પાદકો ઃ વાહન અકસ્માતોના વૈશ્વિક આંકડાઓમાં વર્ષે ૩ લાખ મોત અને ૮૦ લાખ ઈજાગ્રસ્તોનો સમાવેશ


એકવાર  ફ્રાન્સના એક સમાચાર પત્ર ફ્રાન્સ-સોઈરના સંવાદદાતા ઉનાળાના એક શનિવારે પોેતાની ગણતરી કરવામાં થાપ ખાઈ ગયો. તેને એટલી પણ ખબર ન પડી કે આવા શનિવારના દિવસે ફ્રેન્ચ વાહન ચાલકોનાં ધાડાંનાં ધાડાં સમુદ્ર કાંઠે પહોંચવા માટે એટલી તો ઉતાવળ કરતા હોય છે કે આ રેસ દરમિયાન થતા માર્ગ અકસ્માતોમાં બીચ પર પહોંચતા પહેલાં જ લગભગ ૧૦૦થી ૧૫૦ મોટર ચાલકો માર્યા જાય છે અને ૧૦૦૦ કરતાં અિધક લોકો ઈજાઓ પામે છે.
આ તો વાત થઈ જાણે એક જ દેશની પરંતુ જ્યારે વૈશ્વિક ધોરણે આવા માર્ગ અકસ્માતના  આંકડાઓ લેવામાં આવે ત્યારે ભલભલા ભડવીરોની છાતીનાં પાટીયાં પણ બેસી જવા પામે. આ આંકડાઓ એ દર્શાવે છે કે દર વર્ષે લગભગ ૩ લાખ લોકો માર્યા જાય છે અને ૮ લાખ લોકો ઈજા પામે છે હવે આવી ખુવારીને મોટર અને રસ્તાઓ વચ્ચે બીન-જાહેરાતી યુદ્ધ સિવાય બીજું કયું નામ  આપી શકાય?
તેમ છતાંય એટલું તો કહી શકાય કે આજના વિશ્વને વાહન વ્યવહાર વિના  લગીરે ચાલે તેમ નથી. વાહન વ્યવહાર ન હોય તો રેલવે, જળ માર્ગ, નદી અને વિમાની મથકો વચ્ચે થતી અવરજવરના શા હાલ થાય. ગામડાં, નગરો, શહેરો અને દેશ દેશાવર વચ્ચે ચાલતા વ્યવહારમાં મોટું ભંગાણ પડયા વિના ન રહે. એનોે આૃર્થ એ થયો કે મોટર વાહન વર્તમાન વિશ્વ માટે એક આવશ્યક અનિષ્ટજ કહેવાય. તેમ છતાં વાહન હંમેશાં શહેરી વિકાસ તથા માનવીના માનસિક અને શારીરિક બંધારણ વચ્ચેના સંઘર્ષ બાબત નિમિત્ત તો બને છે.
આજની અત્યંત આધુનિક મોટરકારો ૧૫૦-૨૦૦ કે ૨૫૦ કિ.મી. જેટલું અંતર એક કલાકમાં કાપવાની ક્ષમતા ધરાવતી હોય છે. તેમ છતાં આટલી ભારે ઝડપને મર્યાદીત રાખવી આવશ્યક છે. દા.ત. રશિયામાં ગીચ વસતીવાળા વિસ્તારમાં ૬૦ કિ.મી. ઝડપ માન્ય રાખવામાં આવે છે તો હાઈ-વે પર આ ઝડપ ૧૦૦-૧૨૦ સુધી મર્યાદીત રાખવામાં આવે છે.
આમ પણ પ્રાકૃતિક રચનાના આધારે પણ માનવ ક્ષમતા પણ મર્યાદીત જ હોય છે ને?
આજના જમાનામાં વાહન વ્યવહારની પરિસિૃથતિ વધુને વધુ જટીલ અને વિકટ થતી જાય છે. પરંતુ તેની તુલનામાં વાહન ચાલકોની ક્ષમતા, ચાતુર્ય અને કુશળતા  અગાઉ જેવી હતી તેવીને તેવી જ રહી છે અને કોઈ ફરક પડયો નથી. ઘણા લોકોને ઉંચાઈનો ભય હોવાથી તેઓ પર્વતારોહકો બની શકતા નથી. તો વળી ઘણા લોકોને ભારે ઝડપનો ભય હોય છે તેમ છતાં તેઓ કાર તો હંકારતા હોય છે. રસ્તા પર ચકલુંય ફરકતું ન હોય તેવા ખાલી ખમ રસ્તાઓ પર પણ તેઓ કલાકના ૩૦-૪૦ કિ.મી.ની ઝડપે વાહન હંકારતા હોય છે. તો આનાથી ઉલટાનું ઘણા લોકોને અત્યંત ભારે ઝડપથી વાહન હંકારવાનું વ્યસન વળગેલું હોય છે. આમ આ બંનેં પ્રકારના વાહન ચાલકો ભારે ગીરદીથી  ભરચક રસ્તાઓ પર ઘણા જોખમકારક પૂરવાર થાય છે.
વાહન માટેના માર્ગ અને રેલ માર્ગમાં પાયાનો તફાવત હોય છે. રેલવેની બાબતમાં ઓટોમેટીક બ્લોક સિસ્ટમને કારણે સલામતી નિશ્ચિત હોય છે. વાહન માર્ગ અને રેલમાર્ગ, હવાઈ માર્ગથી તદ્ન  વેગળા હોય છે. તેથી જમીન માર્ગે  સામ સામી દિશામાં ઘણીવાર  ભારે ઝડપથી હંકારવામાં આવતાં વાહનોેની સલામતી માટે પહોળા  રસ્તાઓને લાક્ષણિક કેન્દ્રીય રેખા દ્વારા વિભાજીત કરવામાં આવે છે.
સંક્ષિપ્તમાં કહીએ તો માર્ગ અકસ્માતોનાં કારણો પણ વિશેષ પ્રકારનાં અને વિવિધ પણ હોય છે. આ કારણો વશાત્ અનેક દેશોેના નિષ્ણાતો એવાં સંશોધનો કરવા લાગ્યા છે  જેનું ધ્યેય કારનો કે વાહનનો બાંધો બનાવવાના છે કે વાહનોની સામસામે ટક્કર થવાના પ્રસંગે પણ રક્ષણાત્મક બાંયધરી આપી શકાય.
કોઈપણ વાહનના નિર્માણમાં તેની ડીઝાઈન તૈયાર કરતી વખતે સલામતીની સમસ્યાને પ્રાધાન્ય આપી તેને ઘણું જ મહત્ત્વનું તત્ત્વ ગણવામાં આવે છે, તે વખતે વાહનના આકાર તેની ક્ષમતા, કામગીરી તથા આયુને વધુ પ્રાધાન્ય આપવામાં આવતું નથી. આ બાબતના સંશોધનમાં અનેકાનેક પાસાં તપાસવામાં આવે છે. દા.ત. વાહનનો બાંધો,  ટાયર, બ્રેક, દરવાજા તથા ડેશ બોેર્ડની રચના પર વધુ ધ્યાન આપવામાં  આવે છે. ઘણીવાર  ચાલકની આસપાસનાં સાધનો ઉપર પોચા, નરમ ગાદલા જેવી સાધન સામગ્રીનાં  જાડા આવરણ ચઢાવવામાં આવે છે. વાહનની અંદર ઉપયોગી હેન્ડલો, લીવરો, ચાંપો પણ ચાલકથી દૂર રાખવામાં આવે છે આૃથવા તોે દેખાય નહીં તેવી રીતે ગોઠવવામાં આવે છે. ઘણીવાર તોે સામસામે ટક્કરના પરિણામે લાગતા ધક્કાના પ્રભાવથી સ્ટીયરીંગ વ્હીલ એવી રીતે વળી જાય છે કે તે ચાલકની છાતીને સ્પર્શ સુધૃધાં ન કરે. જોરદાર ધક્કાના પરિણામે એન્જિન પર છુટું થઈ જમી પર પડીજાય છે અને જ્યાં જ્યાં કાચ વાપરવામાં આવ્યો હોય ત્યાં કાચનો કચ્ચર ઘાણ થવાના સંજોગોમાં પણ કાચના ટુકડાઓ અંદરને બદલે બહારની તરફ ઉડે છે. ઘણાં વાહનોમાં તો વાહનનો આગલો અને પાછલો ભાગ એવો બનાવવામાં આવે છે કે કોઈ પણ જાતના અકસ્માતના સંજોગોમાં તે વાહન ચાલકને ઈજા પહોંચાડે  તેવા માર્ગમાંથી દૂર થઈ જાય છે. જેથી કરી ધાતુનો કોઈ ટુકડો વાહન ચાલકની નજીક ન આવે. આના પરિણામે ઘણીવાર તો ચાલકના શરીરના કોઈ પણ ભાગ પર ઉઝરડો સુધૃધાં પડતો નથી.
એટલા માટે તોે વાહન તૈયાર થઈ ગયા બાદ તેના માળખાનું સઘન પરીક્ષણ કરવામાં આવે છે અને આવાં પરીક્ષણોમાં વિવિધ પ્રકારનાં જટિલ સંચાલનોનો સમાવેશ કરવામાં આવે છે. નવા વાહનના મોડેલ ઉપર પ્રાયોગિક ધોરણે પરીક્ષણ કરવામાં આવે છે ત્યારે આ વાહનને ચકાસણી માટે હજારો કીલોેમીટર ડુંગરાળ વિસ્તારમાં સપાટ તેમ જ ખાડા ટેકરાવાળા વિસ્તારમાં, રણમાં, જ્યાં રસ્તાનું નામ નિશાન પણ ન હોય તેવા પ્રદેશમાં તથા અલગ અલગ હવામાનમાં તથા વિકટ અને ખડતલ પરિસિૃથતિમાં દોડતી રાખવામાં આવે છે અને આવું પરીક્ષણ કે ચકાસણી દિવસો સુધી તો ઠીક પરંતુ ઘણી વાર તો મહિનાઓ અને વર્ષોે સુધી પણ કરવામાં આવે છે,
હવે એન્જિનની કામગીરી પણ અલગ અલગ તાપમાન ધરાવતા વાતાવરણમાં કરવામાં આવે છે અને આવું તાપમાન માઈનસ ૪૦ ડિગ્રીથી માંડીને પ્લસ પર ડીગ્રી સેલ્સીયસ સુધી પણ પરીક્ષણ દરમિયાન લઈ જવામાં આવે છે. તદુપરાંત ૧૪ કિલોમીટરના હાઈસ્પીડ વર્તુળનું એવી રીતે નિર્માણ કરવામાં આવ્યુ હોય છે કે આ વાહનને કલાકના ૨૦૦ કિ.મી.ની ગતિએ પણ અચાનક વાળવામાં આવે તો પણ તે પલટી ખાય નહિ અને ચાલક માટે સલામતીની ખાતરી આપી શકે.
બાદમાં વાહનને બે પ્રકારના રસ્તાઓ પર ચકાસવામાં આવે છે. કોન્ક્રીટ સ્લીપરોની બે સમાંતર હરોળ જેવા રસ્તાને ''શેવરોન'' તરીકે ઓળખવામાં આવે છે તો જુદા જુદા અંતરે ગોેઠવવામાં આવેલા એક સરખા સ્લીપરો વડે  બનેલા રસ્તાને વૉશ બોર્ડ તરીકે  ઓળખવામાં આવે છે. વળી બીજો એક રસ્તો સમુદ્રનાં મોજાં જેવો સખત કોન્ક્રીટનો બનાવવામાં આવે છે આવા રસ્તાઓ પર વાહનની ઝડપ કલાકના ૨૦ થી ૨૫ કિ.મી. રાખવામાં  આવે છે. તેમ છતાં આવા રસ્તા ઉપર વાયબ્રેશસન્સ અને ઉછાળા એટલા પ્રમાણમાં તીવ્ર અને ઉગ્ર  હોય છે કે માત્ર ૨૦ મિનિટના જ પ્રવાસ બાદ વાહન ચાલકના શરીરના તાપમાન, રક્ત ચાપ, હૃદય તથા નાડીના ધબકારામાં નોંધપાત્ર વધારો થયેલો જોવામાં આવે છે.
કહેવાય છે કે મોટર વાહનનો જન્મ ૧૮૮૫ની સાલમાં થયો હતો.  તેમ છતાં તેની ચકાસણી માટે ઈરાદાપૂર્વકના અકસ્માતો પૂરા ૪૫ વર્ષ બાદ કરવામાં આવ્યા હતા. વર્તમાન સમયે વિશ્વના અગ્રણીકાર ઉત્પાદકો  વાહન ચાલકની સલામતી માટે કરવામાં આવતાં પરીક્ષણો દરમિયાન દર વર્ષે લગભગ ૧૦૦૦ વાહનોનો ખુડદો બોલાવી દે છે. આવાં પરીક્ષણોમાં ઘણીવાર વાહનને ખેંચીને ઉંચી ટેકરી પર લઈ જવામાં આવે છે અને ત્યાંથી છોડી દેવામાં આવે છે. બીજા પરીક્ષણ દરમિયાન બીજી સિૃથર કાર આૃથવા દોડતા વાહન સાથે આૃથડાવવાને બદલે ચકાસણી માટે ખાસ બનાવવામાં આવેલી દિવાલ સાથે આૃથડાવવામાં આવે છે.
ચાલકની સલામતીં માટે ઘણાં બધાં પરીક્ષણો કરવામાં આવતાં હોવા છતાં હજી સુધી સલામતી અને સુરક્ષાની દ્રષ્ટિએ આદર્શ ગણી શકાય તેવા વાહનનું નિર્માણ કરવામાં કોઈને મનોવાંછિત કે ઈચ્છિત સફળતા પ્રાપ્ત થઈ શકી નથી.
તેમ છતાં હાલના તબક્કે એટલું તો કહી શકાય કે જ્યાં સુધી વ્યક્તિગત સલામતીને લાગે વળગે છે ત્યાં સુધી વર્તમાન  સમયનું વાહન વર્ષો સુધી કરવામાં આવેલા પ્રયોગોના પરિણામે તેના પૂરોગામી વાહન કરતાં ઉત્કૃષ્ટ અને વધુ સુરક્ષિત પૂરવાર થયું છે.
વાહનોના ઉત્પાદનની વાત કરીએ તો સોવિયેત સંઘનો ઓટોેમોબાઈલ ઉદ્યોગ  એક જમાનામાં લગભગ ૩૦૦ જેટલા પ્લાન્ટો ધરાવતો હતો. ૧૯૮૦ના ફક્ત એક જ વર્ષમાં સોવિયેત સંઘે ૬૦ કરતાં પણ વધુ મોડેલોની લગભગ ૧૪ લાખ કારોનું ઉત્પાદન કર્યું હતું. અને તમામ પ્રકારનાં વાહનો ગણતરીમાં લેવામાં આવે તો આ આંકડો ૨૨ લાખ વાહનો પર પહોંચી જવા પામે. વાહનોની નિકાસ કરતી કંપની ઓવટો એક્સપોર્ટ દર વર્ષે ૪૫૦ જાતના વાહનોની લગભગ ૮૦ દેશોમાં નિકાસ કરે છે.
આજકાલ ભારતના રસ્તાઓ પર જાતજાતનાં ને ભાતભાતનાં વાહનો જોવામાં આવે છે અને દર ત્રીજે દિવસે આ કંપનીઓ પોતાનૌં નવાં નવાં મોડેલોે બજારમાં મૂકતી હોય છે. તેઓ પોેતાના વાહનોની સલામતી સંબંિધત ઘણી બધી લાક્ષણિકતાઓની પ્રશંસા છાપરે ચઢીને કરતી હોય છે.  તેઓ એવો દાવો પણ કરે છે કે અત્યાર સુધી ભારતીયો જેવી કારો ચલાવવાને ટેવાયેલા હતા તેના કરતાં તેમની કારો વધુ આધુનિક છે એટલું જ નહિ પરંતુ વધુ વેગવાન અને સુરક્ષિત પણ છે. કારના માળખાને એવા પ્રકારનું બનાવવામાં આવે છે કે તેમાં પ્રવાસ કરતા લોકોની ચારે તરફ એક પ્રકારનું મજબૂત આવરણ ઉભું કરી દેવામાં આવે છે જેથી કરીને સામ સામે વાહનોની ટક્કર થવાના સંજોગોમાં આૃથવા તો કોઈપણ નક્કર માધ્યમ સાથે આૃથડાઈ જવાના સંજોગોમાં પણ તેના માળખાની ડીઝાઈન આૃથવા તેમાં વાપરવામાં આવેલી સામગ્રી અકસ્માત દરમિયાન વાહનને લાગેલા આઘાત આૃથવા આંચકાને કાં તો પોતાનામાં સમાવી લે છે આૃથવા તો નહિવત પ્રમાણમાં હળવો કરી નાખે છે જેના પરિણામે પ્રવાસીઓને ઉની આંચ સુધૃધાં આવવા પામતી નથી આૃથવા તો અવગણના પાત્ર ઈજાઓ થવા પામે છે. આવા પ્રકારના પરીક્ષણને ઘણીવાર બેરીઅર ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં  કાં તો સંપૂર્ણ કાર આૃથવા તો તેના અમુક ભાગનો સમાવેશ કરવામાં આવે છે.
વર્તમાન સમયે જેમ જેમ જાતજાતનાં વાહનોના ઉત્પાદનમાં વધારો થતો જાય છે તેમ તેમ સેફ્ટી એન્જિનીયરો વધુને વધુ પ્રમાણમાં સઘન સચોટ અને સલામત પ્રયોગો કરી પ્રમાણમાં વધુ સુરક્ષિત વાહનોનું ઉત્પાદન કરવાના પ્રયાસો કરે છે અને મહ્દંશે સફળતા પણ પ્રાપ્ત કરે છે. સેફ્ટી એન્જિનીયરો માટે પણ વાહન અને  વાહન ચાલક તથા તેમાં પ્રવાસ કરનારાઓની સલામતી પણ એક પ્રચંડ પડકાર થઈ પડયો છે.
 આ દિશામાં એક ક્રાંતિકારી સુધારો તો એ કરવામાં આવ્યો છે કે કારની માળખાકીય ડીઝાઈન  ઉપરાંત હવે અંદરની બેઠકોેની ડીઝાઈન વધુ સલામત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામ સ્વરૃપ રેન્ડી બ્યુવાઈ દ્વારા એવી બેઠક તૈયાર કરવામાં આવી છે જે કલાકના ૭૦ કિ.મી.ની સ્પીડે દોડી રહેલા વાહનને સામ સામે થયેલી ટક્કરના પરિણામે પણ લાગેલા આંચકામાંથી પણ ચાલકને સુરક્ષિત રાખવામાં સફળ પૂરવાર થવા પામી છે.

-Gujarat Samachar