20130228

સાયબર એક્ટમાં ચીન મોખરે

નેટોલોજી
સાયબર હુમલાથી દરેક દેશ પરેશાન છે. હેકીંગ કરનારા અને ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ દરેક દેશમાં કાર્યરત છે. એક સર્વે અનુસાર વિશ્વભરમાં થતાં સાયબર એટેક પૈકી ૩૩ ટકા તો ચીનમાંથી થાય છે. આ એટેકર્સ વિશ્વના અન્ય દેશોની સાઈટ હેક કરે છે એવું નથી પોતાના દેશની સાઈટ પર પણ હુમલો કરે છે. જેમ ચીનમાંથી ૩૩ ટકા એટેકર્સ છે એમ અમેરિકામાં ૧૩ ટકા છે તો રશિયામાં ૭.૫ ટકા છે. પરંતુ આ ત્રણેય દેશોમાંથી કુલ ૭૨ ટકા જેટલા સાયબર એટેકર્સ છે જ્યારે વિશ્વભરમાં આ સાયબર એટેકર્સનો આતંક હોય ત્યારે ચીનમાંથી ૩૩ ટકા જેટલા એટેક થાય તે ગંભીર બાબત છે.
સાયબર એટેકર્સ પહેલાં સાઈટ હેકીંગ વગેરે શોખ માટે કરતા હતા પરંતુ હવે તો તે છેતરપીંડીનો ઓનલાઈન સ્ટોર્સ ચલાવતા હોય એમ લાગે છે. કોઈની સાઈટ ક્યારેક હેક થઈ અને ક્યારે તેના મહત્વના ડેટા ચોરાયા તેની ખબર પણ નથી પડતી. એટલે જ ઓનલાઈન ખરીદી કરનારા અને ઓનલાઈન બેન્કીંગ સાથે સંકળાયેલાઓને દરેક ડીલીંગ સાથે પાસવર્ડ બદલવાની સૂચના આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારનું બિઝનેસ પોર્ટલ
કેન્દ્ર સરકારના ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન ડીપાર્ટમેન્ટ દ્વારા ી મૈડ પોર્ટલ શરૃ કરાયું છે. ગત્ ૨૮ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ શરૃ કરાયેલ આ પોર્ટલ કોમર્સ મંત્રાલયની પોલીસી આધારીત છે. સરકાર ટુ બિઝનેસ પ્રકારનું આ પોર્ટલ પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલ હેઠળ તૈયાર કરાયું છે. સરકારે આ પ્રકારની પ્રથમ સાઈટ શરૃ કરી છે. લાયસન્સ, પરમીટ, રોકાણ અને બિઝનેસ સંબંધી તમામ માહિતી તેના પરથી મળી શકશે. કોમર્સ પ્રધાન આનંદ શર્માએ જણાવ્યું હતું કે આ પોર્ટલ પર બિઝનેસ સંબંધી માહિતી અને સવલતો ૨૪ કલાક અપાશે.
આ પોર્ટલ પ્રોજેક્ટમાં ૨૯ સર્વિસીસનો સમાવેશ કરાયો છે જ્યારે બીજા અને ત્રીજા વર્ષ તેમાં બીજી ૨૧ સર્વિસ ઉમેરાશે. ચોથા વર્ષે તેમાં કુલ ૨૦૦ સર્વિસ હોવાનો અંદાજ છે જે દેશભરના વેપાર-વ્યવસાયને સમાવી લેશે. તમે બિઝનેસ સાથે સંકળાયા હોવ તો કે ભારતમાં બિઝનેસની તકો વિશે જાણવા માગતા હો તો ક્લીક કરો... www.nisg.org

પોર્ન પછી પૂર્વજ
ઈન્ટરનેટ પર સર્ચ કરતા લોકોમાં સૌથી વધુ 'પોર્ન' (પોર્નોગ્રાફી) માટે ક્લીક કરે છે પરંતુ તેના પછીના ક્રમે પૂર્વજ શોધવા ક્લીક કરાય છે. અર્થાત્ પોતાના મૂળ પૂર્વજ ક્યા તે શોધવા ઈન્ટરનેટ પર લોકો મથ્યા કરે છે. તમારા પૂર્વજ કોણ છે અથવા તો ફેમીલીના માળખાની શરૃઆત ક્યારથી થઈ તે જાણવા લોકોની ઈચ્છા હોય છે. ઓનલાઈન જીનેલોજી ઉદ્યોગ મોટા પાયે ચાલે છે વિશ્વની ટોપ-૧૦ જીનોલોજી સાઈટ પૈકીની પાંચ સાઈટ ધરાવનાર કંપની એવો દાવો કરે છે કે તેની પાસે ૧૦ અબજ જન્મ તારીખો, મૃત્યુ તારીખો, મેરેજ તારીખો વગેરેનો રેકોર્ડ છે. તેના ૨૦ લાખ જેટલા સબસ્ક્રાઈબરો પાસેથી આ માહિતી મેળવી છે. એક અંદાજ અનુસાર વિશ્વમાં ૮૪ મીલીયન જેટલા લોકો વર્ષે ૧૦૦૦ ડોલર જેટલો ખર્ચ પોતાના મૂળ પૂર્વજને શોધવા કરે છે. અમેરિકા અને યુરોપના લોકોને પૂર્વજ શોધવાનો ક્રેઝ હોય છે. તમે પણ www.ancestry.com પર પ્રયાસ કરી શકો છો. આવી સાઈટ કહે છે કે બરાક ઓબામાના મૂળ હોલીવુડ એક્ટર બ્રાડપીટ અને ઈન્વેસ્ટમેન્ટ ગુરૃ વૉરન બફેટ સાથે સંકળાયેલા છે જ્યારે જ્યોર્જ ડબલ્યુ બુશ એ મેરલીન મનોરના નવમાં ભત્રિજા છે !!

ફેસબુક એકાઉન્ટહેક થતા બચો
જે લોકો ફેસબુક પર એકાઉન્ટ અપડેટ નથી કરતા કે પ્રોફાઈલ બદલવાનો જેમની પાસે સમય નથી તેમણે તેમનું એકાઉન્ટ હેક ના થાય એટલે નીચે આપેલા ૬ પગલાં ભરવા જોઈએ... આ પગલાં તેમના એકાઉન્ટ પરનું જોખમ ઓછું કરી શકે છે.
૧. તમારું નામ ટૂંકમાં લખો અથવા તો તમે જે હુલામણા નામે ઓળખાતા હોવ તે ના લખો...
૨. તમે વધુ એક એકાઉન્ટ ફેસબુક પર ખોલાવો, આમ તો તે ફેસબુકના નિયમોનો ભંગ કરતી વાત છે પણ ફેસબુક પર આવા ૮૦ મીલીયન એકાઉન્ટ છે.
૩. તમે જે કોઈ ફોટો તમારા પેજ પર મુક્યો હોય તેનો મૂળ સોર્સ ના લખો અને તેનો ટેગ ફોટા પર ના મુકો.
૪. તમારી ઉંમર ખોટી લખો, તમારી સાચી ઓળખ છુપાવવા આ સ્ટેપ જરૃરી છે.
૫. તમારા ક્રેડીટ કાર્ડની કોઈ માહિતી તમારા પેજ પરના મુકો.
૬. તમે માહિતી આપવામાં થોડા સંયમિત બનો. જેમ કે ફેસબુક તમારી પાસે ફોટાનો સોર્સ માગે તો પણ તે સોર્સ તમારા પોતાની પાસે જ રહેવા દો...

-Gujarat Samachar