20130228

સમ્રાટ નેપોલિયનની સગાઇની વીંટીનું લીલામ


-બે હીરા જડેલા છે

-માર્ચની ૨૪મીએ લીલામ થશે

પેરિસ તા.16 ફેબ્રુઆરી 2013

મારા શબ્દકોષમાં અશક્ય શબ્દ નથી એવું જેનું વિધાન દુનિયાભરમાં લોકપ્રિય છે એ ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટે પહેલી પત્ની જોસેફાઇનને આપેલી સગાઇની વીંટીનું આવતા મહિને લીલામ યોજાયું છે.

બે હીરા જડેલી આ વીંટીના ૧૬ હજાર ડૉલર્સ ઉપજવાની ધારણા સેવાતી હતી. પેરિસની દક્ષિણે આવેલા ફાઉન્ટનબ્લોમાં આ લીલામ યોજાશે.

ઓક્શન હાઉસ ઓસનેટના ઐતિહાસિક ચીજોના નિષ્ણાત જ્યોં-ક્રિસ્ટોફ ચેતેનીયરે કહ્યું કે આ સંબંધ જોડાયો ત્યારે નેપોલિયન પાસે નાણાંની તંગી હતી એટલે એ બહુ મોંઘી વીંટી ખરીદી શક્યા નહોતા. આ વીંટી સામાન્ય કક્ષાની છે. એટલે બહુ મોટી રકમની અપેક્ષા રાખી શકાય એમ નથી.

Gujarat Samachar