20130228

બર્ડ વૉચિંગ અને બાઈનોક્યુલર...!


શોધ-સંશોધન - વસંત મિસ્ત્રી

બાળકોમાં પ્રાણીઓ કે પક્ષીઓ પ્રત્યે પ્રેમ કેળવવો એ દરેક વાલીની ફરજ છે. બાળકો પશુ-પક્ષી પાસેથી અનેક વસ્તુઓ શીખે છે અને ભવિષ્યમાં મા-બાપની કાળજી પણ લઈ શકે છે.
વન્ય-પ્રાણીઓ કે પક્ષીઓને ઓળખવા માટે કે તેમના વર્તનનો અભ્યાસ કરવા માટે હોબી તરીકે એક સારું બાઈનોક્યુલર વસાવવું જોઈએ બાઈનોક્યુલર કેવું વસાવવું એ બાબત વિચાર માંગી લે એવી છે. તમારે માટે શ્રેષ્ઠ બાયનોક્યુલર કયું છે તે જાણવા આટલું ધ્યાન રાખશો.
બાઇનોક્યુલરનું મેગ્નિફિકેશન, ફિલ્ડ ઑફ વ્યુની એક્યુરેસી, સરળતાથી વપરાશ, અને બહાર વાપરવા માટે તેની બંધારણ-ગુણવત્તા તપાસી લેવા જરૃરી છે. જુદી જુદી પ્રવૃત્તિ માટે નિકોને અને અન્ય કંપનીઓએ વિવિધ બાયનોક્યુલર બનાવ્યા છે. ઉપરના બધા જ ઘટકોને ધ્યાનમાં લઈ નિકોને અનેક મોડેલ બનાવ્યા છે. જેમ કે આઉટડૉર, હાઈગ્રેડ એકશન, કોમ્પેક્ટ, એલીગન્ટ કોમ્પેક્ટ, મરાઈન અને તમારી જરૃરીઆત પ્રમાણેના આધુનિક કુદરતી નિરીક્ષણ માટેના બાઈનોક્યુલર્સ. બાયનોક્યુલરનું બજેટ મોટુ લાગશે પરંતુ લાઇફટાઇમ ઇન્વેસ્ટમેન્ટ ગણી વસાવશો તો કુદરતને માણવાની મઝા આવશે.
***
દોઢથી બે લાખના હાઇટેક ઘડિયાળો

ઘડિયાળની કિંમત આંકવી મુશ્કેલ હોય છે. આમ તો તમે સમયનું પાલન કરતા હો તો મોઘી ઘડિયાળો આવકાર્ય છે. ઘણીવાર મોડા પડતા લોકોના હાથમાં પણ સ્ટેટ ઓફ આર્ટ ઘડિયાળો જોવા મળે છે.
ગ્રેહામની સિલ્વર સ્ટોન ઘડિયાળ ચોક્કસ ડિઝાઇન સાથે ફક્ત ૫૦૦ની સંખ્યામાં તૈયાર થઈ છે. તેની ચોકસાઈ વધારવા માટે તેમાં સ્વયં સંચાલિત કોલમ-વ્હીલ ક્રોનોગ્રાફીનો ઉપયોગ થયો છે.
આ  ઘડિયાળોનો થીમ મોટર રેસિંગનો છે એટલે  તેના પટ્ટા ટાયરના જેવી ડિઝાઇન ધરાવે છે તે ૧૦૦ મીટરની પાણીની ઉંડાઈ સુધી વોટરપ્રુફ રહે છે.
સીકોની એસ્ટ્રોન પણ મોંઘીદાટ ઘડીયાળ છે. સેટેલાઇટથી તે ટાઇમ અને તારીખ ગોઠવે છે. તમે મુસાફરી કરતા હો તો ટાઇમ ઝોન પ્રમાણે તે જાતે જ પોતાનું સેટિંગ કરી લે છે. તે સૂર્યશક્તિથી ચાલે છે અને તેનો પટ્ટો ટિટેનિઅમ કે સિલિકોનનો બનેલો હોય છે. સીકો સોલર તરીકે તે ઓળખાય છે.
ફોર્ટિઝનું મ્.૪૭ મોડેલ બિઝનેસ ક્લાસ માટે છે. વિશ્વની ત્રણ જગાનો સમય બતાવતું આ ઘડિયાળ ૨૪ શહેરોના નામ તેમના ટાઇમઝોન સાથે આપે છે. તે ૨૦૦ મીટર સુધી વોટરપ્રુફ રહે છે.

-Gujarat Samachar