20130228

ટ્વીટરના અઢી લાખ એકાઉન્ટ હેક


નેટોલોજી - ઈ ગુરુ

માઈક્રા બ્લોગીંગ વેબસાઈટ ટ્વીટર પર હેકર્સ ત્રાટક્યા છે. ટ્વીટરના અઢી લાખ જેટલા એકાઉન્ટ હેક થયા છે. યુઝરનેમ અને પાસવર્ડ બરાબર હોવા છતાં પણ એકાઉન્ટ ના ખુલે તો સમજવું કે તે હેક થયું છે. ખુદ ટ્વીટરે જણાવ્યું છે કે અમારા કેટલાક એકાઉન્ટ હેક થયા છે, આ અગાઉ ન્યુયોર્ક ટાઈમ્સે આવા હેકર્સના હુમલા અંગે માહિતી આપી હતી. અમેરિકાની તપાસ સંસ્થાઓ સાથે રહીને હેકીંગ કરનારાઓની તપાસ થઈ રહી છે. ટ્વીટરના એકાઉન્ટ હેક કરીને હેકીંગ કરતા ગુ્રપે વપરાશ કર્તાઓનું ટેન્સન વધાર્યું છે. ૫૦ કરોડ લોકો ટ્વીટરનો એકાઉન્ટ ધરાવે છે. ૩૪ કરોડ લોકો રોજ વત્તે-ઓછે અંશે તેનો ઉપયોગ કરે છે. રોજ તેના પર ૧.૬ અબજ હીટસ વાગે છે ટ્વીટરના એકાઉન્ટ હેક કરનારા કયા દેશના છે તે હજુ જાણવા નથી મળ્યું. યુઝર્સની અંગત માહિતી ગુપ્ત રાખવામાં નિષ્ફળ ગયેલા ટ્વીટરે ૨૦૧૦માં ફેડરેલ ટૂડે કમીશન સાથે સમજૂતી કરાર કર્યા હતા. તમારું ટ્વીટર એકાઉન્ટ જો ૨૦૦૭ના પ્રથમ છ મહિનામાં બન્યું હોય તો તેના હેક થવાના સંજોગો વધુ થાય છે. તમે ટ્વીટર પર ક્યારે જોડાયા તે અંગેની માહિતી જોઈતી હોય તો www.twbirthday.com પર મળી શકશે.

ગુગલ ક્રોમનો વધતો વપરાશ

ઈન્ટરનેટની શરૃઆત થઈ ત્યારથી બ્રાઉઝરમાં ઈન્ટરનેટ એક્સપ્લોરર હતું. હવે ગુગલ ક્રોમ અને મોઝીલા ફાયર ફોક્સે તેનું અડધો અડધ માર્કેટ તોડી નાખ્યું છે. ઈન્ટરનેટ એક્સપ્લોરરમાંથી છુટા પડેલા સ્ટાફે મોઝીલા ફાયર ફોક્સ શરૃ કર્યું હતું. એક્સપ્લોરરમાં જે ભૂલો હતી તે મોઝીલામાં સુધારવામાં આવી હતી. પરંતુ
હેકર્સ મોઝીલામાં રહેલા છીંડા પણ શોધી શકતા હતા. આમ જેમ ઈન્ટરનેટ એક્સપ્લોરરમાં થતું હતું એવું જ મોઝીલામાં થવા લાગ્યું હતું. સર્ફીંગ કરનારાઓ આ બંને બ્રાઉઝરથી પરેશાન હતા ત્યાં જ ઈન્ટરનેટ જાયન્ટ ગુગલે ગુગલક્રોમ મુક્યું હતું. ક્રોમના ઘણાં લાભ હતા. તે ફટાફટ ઓપન થતું હતું અને ક્રોમ ક્યારેય ખોટકાતું ન હોતું. ગુગલે જેમ ઈ-મેલ ક્ષેત્રે પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું એમ બ્રાઉઝર ક્ષેત્રે પણ ક્રોમ છવાઈ ગયું હતું. એક્સપ્લોરર અનો મોઝીલા બંનેમાં એરર આવે છે જ્યારે ક્રોમમાં આવું ભાગ્યે જ થાય છે. ગુગલ ક્રોમનો વધતો વપરાશ આ બાબતની સાબિતી સમાન છે.

ક્રેડીટ કાર્ડની વધતી છેતરપીંડી

ક્રેડીટ કાર્ડની વધતી છેતરપીંડીના કારણે ઓનલાઈન ટ્રેડીંગ સિસ્ટમને ફટકો પડી રહ્યો છે. ઓનલાઈન પરચેઝ અને જ્યાં ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરવાનો છે ત્યાં વપરાશ કરનારા ડરી રહ્યા છે. ક્રેડીટ કાર્ડના વધતા ફ્રોડથી કાર્ડ ગ્રાહકો નારાજ છે. કેમકે બેંક તરફથી કોઈ સંતોષકારક જવાબ નથી અપાતો. કાર્ડ આપતી વખતે કાર્ડની સિક્યોરીટી અંગે વિવિધ વાયદા કરતી બેંક પણ આ ફ્રોડ કરનારાનું પગેરું તાત્કાલીક મેળવી શકતી નથી. બેંકો ૪૫ દિવસનો સમય આવા ટ્રાન્ઝેકશનની તપાસ માટે માંગે છે પણ કોઈ સંતોષકારક ખુલાસો આપી શકતી નથી. બેંકો પાસે આવો કોઈ ટ્રેક શોધવાની સિસ્ટમ પણ નથી. ક્યાં તો ગ્રાહક પૈસા ભરે ને કાર્ડ બંધ કરાવી દે છે અથવા તો વ્યાજના ચક્કરમાં અને મીનીમમ એમાઉન્ટના ચક્કરમાં અટવાયા કરે છે. ક્રેડીટ કાર્ડ આપવામાં બેંક જેટલી શૂરી હોય છે એટલી જ ઓનલાઈન છેતરપીંડી કરનારાને પકડવામાં શૂરી હોય એમ લાગતું નથી.

ડેસ્ક ટોપ અને ટેબ્લેટ

એમ માનવામાં આવતું હતું કે ડેસ્કટોપના ઘટતા જતા વેચાણ પાછળ લેપટોપનું વધતું વેચાણ જવાબદાર છે પણ હવે તે માન્યતા બદલાઈ છે. ડેસ્કટોપના ઘટતા
વેચાણ પાછળ લેપટોપ નહીં પણ ટેબલેટ જવાબદાર બની ગયું છે. કોમ્પ્યુટર ટેકનોલોજી સાથે સંકળાયેલી અનેક કંપનીઓએ ટેબ્લેટ બજારમાં મુક્યા છે. ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ પોતાના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી રહ્યા છે. સરકારે આકાશ-ટુ સસ્તાદરે આપવાનું શરૃ કરતાં ટેબ્લેટના માર્કેટમાં ભાવો અંગે સ્પર્ધા શરૃ થઈ છે. શિક્ષણ સંસ્થાઓ પૈકી પ્રોફેશનલ કલાસીસ વગેરેમાં ટેબ્લેટ મસ્ટ બની ગયા છે. એમ લાગી રહ્યું છે કે શિક્ષણ ક્ષેત્રમાં ટેબ્લેટ મોટું પરિવર્તન લાવી શકશે.

સાથે... સાથે...

- વીકીલીક્સના ફાઉન્ડર જુલિયન એસેન્જ પર બનેલી ફિલ્મનુ નામ છે.. ધ ફીફ્થ એસ્ટેટ... હ ૯ વર્ષના 'કિડ પ્રેસિડેન્ટ'ની ફેસબુક પર ડીમાન્ડ છે યુ-ટયુબ પરના તેના વીડીયો 'પેપટોક' ને ત્રણ મીલીયન લોકોએ જોયો છે... હ ઈરાકના વડાપ્રધાનની વેબસાઈટ હેક થઈ હતી. હન્યુઝ વીકે નામ બદલીને ન્યુઝબીસ્ટ કરી નાખ્યું છે. હ ૨૦૧૫ સુધીમાં વીકીપીડીયા મોબાઈલ ફોન દ્વારા એક અબજ લોકો સુધી પહોંચવા માગે છે. હ ભારતમાં આઈટી એક્ટ અનુસાર હેકીંગ કરનારને ત્રણ વર્ષની કેદ અને બે લાખ રૃપિયા દંડ થઈ શકે છે.
-Gujarat Samachar.