20130104

Machu Picchu Illusion


What's So Special About This Pic...

Can you see the face in this picture? Well, after “Many Faces Illusion”“Many Faces no.2″ and “Dolphins Illusion” it shouldn’t be hard to spot only ONE face in it? If you solved “Coffe beans Illusion” this should really be pice of cake for you! If you really can’t spot it, jump inside the post to see the solution.

Machu Picchu Illusion

How about if we flip the image… See it now?


Machu Picchu Illusion




પ્રકૃતીની વાસ્તવીકતા


દુનીયાની બધી જ ધાર્મીક વીચારધારાઓએ સત્યને આગવું મહત્ત્વ આપ્યું છે. ગાંધીજીએ તો ‘સત્ય એ જ ઈશ્વર’  કહ્યું હતું. જ્યારે ધર્મોએ સાચું બોલવું, સાચું કરવું વગેરે પાયાની વાતો કરી છોડી દીધું છે. સાચું બોલવા અને કરવા ઉપરાન્ત સત્યમાં ઘણું વધારે સમાયેલું છે. કોઈએ પણ બધાં ક્ષેત્રોને લગતા સત્યને વીસ્તૃત રીતે આવર્યુ હોય એવું જણાતું નથી.
આનું એક કારણ એ છે કે સત્યની વીસ્તૃત વ્યાખ્યા કરવી અશક્ય કહી શકાય એટલી અઘરી છે. બીજું કારણ એ છે કે સત્ય આપણી ચારેબાજુ મોજુદ હોવા છતાં અદૃશ્ય છે. એ કુદરતના નીયમોના રુપમાં સંતાયેલું છે. એને શોધવું પડે છે. માત્ર આંખોથી નહીં; પણ બધી જ જ્ઞાનેન્દ્રીયોથી જાણવું/ અનુભવવું પડે છે અને બુદ્ધીથી સમજવું – ચકાસવું પડે છે. આ લેખમાળામાં એને શક્ય એટલા વીસ્તારથી સમજવાની કોશીશ કરશું. જ્ઞાનેન્દ્રીયો અને બુદ્ધીથી પર એવા કહેવાતાં સત્યોની પણ ચર્ચા કરશું. આની શરુઆત સાવ સાદા ઉદાહરણથી કરીએ.
શરીરનો કોઈપણ ભાગ અગ્નીને અડતાં બળવા લાગે છે. વધારે બાળીએ તો મૃત્યુ પણ થઈ શકે છે. દરેક વ્યક્તીએ જાતે અનુભવેલું કે બીજાઓના બહોળા અનુભવે સ્વીકારેલું આ એક સત્ય છે. માણસ જ નહીં, પ્રાણીઓને પણ આની ખબર છે. એટલે જ બધાં પ્રાણીઓ અગ્નીથી દુર રહે છે. સજીવોના સામુહીક અનુભવના આધારે મેળવેલું દુનીયાનું આ કદાચ સૌથી પહેલું જ્ઞાન છે જે સત્ય છે. એના વીશે ક્યાં પણ મતભેદ નથી.
બધાં જ સજીવ સહેલાઈથી બળે છે. મૃત સજીવોનાં અવશેષ પણ સહેલાઈથી બળે છે. જ્યારે જુજ અપવાદ બાદ કરતાં મુળભુત નીર્જીવ પદાર્થ સહેલાઈથી બળતા નથી. આની પાછળ કુદરતનો નીયમ છે જે અનાયાસે નહીં; પણ બુદ્ધીથી શોધાયો છે. તે ઉપરાંત શું ધીરે ધીરે બળે છે, શું ભડકો થઈને બળે છે, બળી શકે એવા પદાર્થને નીયન્ત્રણમાં બાળીને આપણા ઉપયોગમાં કેવી રીતે લેવાય વગેરે બધું સારી એવી બુદ્ધી અને મહેનત પછી શોધાયું છે.
આવો જ બીજો દાખલો લઈએ. પાણીમાં પથ્થર ડુબે છે અને લાકડું તરે છે – એ જોઈને આદીમાનવે લાકડાંના ટુકડાઓને સાથે બાંધીને પાણીમાં લાંબુ અન્તર કાપવા તરાપા બનાવ્યા. તરાપાની મર્યાદા સમજાતાં લાકડામાંથી હોડી બનાવી. ત્યારે ધાતુઓ શોધાઈ નહોતી. આજે આપણે જાણીએ છીએ કે લોખંડ પાણીમાં ડુબી જાય છે. પણ એ જ લોખંડના ટુકડાને તગારા જેવા આકારમાં ઘડીએ તો એ પાણી પર તરે છે. એ તગારાને પાણીથી પુરું ભરીએ તો પાછું ડુબી જાય છે.
કઈ વસ્તુ પાણી પર તરી શકે છે, તરે ત્યારે કેટલી અન્દર અને કેટલી બહાર રહે છે, ક્યારે ડુબે છે વગેરે બધું કુદરતના નીયમને આધારે થાય છે. આ બધું શોધી, માણસે એનાં સમીકરણો બનાવ્યાં છે. એના આધારે આજે લોખંડ–ધાતુનાં બનેલાં તોતીંગ જહાજો મહાસાગરોમાં ફરે છે. લોખંડની બનેલી સબમરીન પાણીમાં ડુબકી મારીને પાછી સપાટી પર આવી શકે છે, વગેરે વગેરે…
માણસ પણ પાણીમાં તરતાં શીખી શકે છે, ચત્તો સુઈને શાંત પાણીની સપાટી પર સ્થીર રહી શકે છે; પણ કોઈ માણસ પાસે એવી શક્તી નથી કે તે બાહ્ય સાધન વગર પાણી પર બે પગે ચાલી શકે એમાં કુદરતના નીયમનો ભંગ થાય છે જે શક્ય નથી.
આવી બધી નાની મોટી શોધો વૈજ્ઞાનીક વીચારપદ્ધતીથી થઈ છે. એ જ્ઞાન કહેવાય છે. દરેક જણ આ જોઈ અને અનુભવી શકે છે એટલે એ સત્ય પણ છે. વીજ્ઞાનના વીષયમાં જ્ઞાન અને સત્ય એકરુપ થઈ જાય છે.
શીક્ષીત લોકોમાં પણ વીજ્ઞાન વીશે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. એટલે અત્યાર પુરતી વીજ્ઞાનની વાત બાજુ પર રાખીએ. માત્ર એક ચોખવટ કરવી છે કે વીજ્ઞાનના કહેવાતા નીયમો વૈજ્ઞાનીકોએ ‘બનાવ્યા’ નથી. નીયમ તો કુદરતી છે, પહેલેથી જ છે. વૈજ્ઞાનીકોએ એમને ‘શોધ્યા’ –સીદ્ધ કર્યા છે અને આપણી ભાષામાં સમજાવ્યા છે. આ શોધખોળ વણથમ્ભી ચાલી રહી છે.
કુદરતના નીયમોમાં ભેદભાવ નથી કે પક્ષપાત નથી. કોઈની પણ જાતી, વર્ણ, ધર્મ, નૈતીકતા કે ચારીત્ર્યનો એને ફરક પડતો નથી. બધાને તે એકસરખી રીતે લાગુ પડે છે. આ અફર સત્ય છે. આ સત્યનો સ્વીકાર કરવો રહ્યો.
અગ્ની અને પાણી સાથેના આપણા અનુભવ સહેલાઈથી સમજાય એવા છે અને સર્વત્ર સ્વીકારાઈ ગયા છે. એ જ પ્રમાણે પ્રકૃતીનાં કેટલાંક તત્ત્વો સમજવા, પ્રમાણમાં સહેલા છે. જ્યારે અન્ય તત્ત્વો સમજવા અઘરાં છે. એમાંના એક એવી પૃથ્વીની વાત કરીએ.
પૃથ્વી એટલી મોટી છે કે આપણા દૃષ્ટીબીન્દુથી, આપણા વેન્ટેજ પોઈન્ટથી એનું સમ્પુર્ણ કદ દેખાતું નથી. આ મર્યાદીત અવલોકનને લીધે પ્રાચીનકાળમાં બધાએ પોતપોતાની રીતે જે અર્થધટન કર્યું તે અધુરું હતું, એકબીજાથી ઘણું અલગ હતું અને મુળભુત રીતે તો ખોટું જ હતું. બધી જ પ્રાચીન સંસ્કૃતીઓએ બનાવેલા અને આજ સુધી સચવાયેલા પૃથ્વીના (અને આકાશના) નકશા આ વાતના પુરાવા છે. બધાએ પૃથ્વીને સપાટ બતાવી હતી. પોતાના પ્રદેશને પૃથ્વીના કેન્દ્રસ્થાને બતાવ્યા હતા. એમનાં અવલોકનના આધારે એ વાજબી હતું; પણ તે સત્ય નહોતું.
આ બધી માન્યતાઓ ખોટી હોવાનું 400 વરસ પહેલાં બહાર આવ્યું ત્યારે મોટો હોબાળો થયો, જેણે ઘણા લોકોનો ભોગ લીધો. જ્યારે વહાણવટું ખીલવા લાગ્યું અને યુરોપીયનો દુનીયામાં ફેલાવા લાગ્યા ત્યારે પૃથ્વી સપાટ નહીં; પણ ગોળ હોવાનું સ્વીકાર્યા વગર છુટકો નહોતો. કેટલાક સાગર ખેડુઓએ તો વહાણમાં પૃથ્વીની પ્રદક્ષીણા પણ કરી.
ખ્રીસ્તી ધર્મગુરુઓએ આ વીષયમાં જરુરી પીછેહઠ કરી. એમણે પૃથ્વીના ખરા આકાર સાથે અન્ય ખગોળીય સત્યનો પણ સ્વીકાર કર્યો. થોડાં વર્ષો પહેલાં, ચર્ચ દ્વારા ભુતકાળમાં ઘણાને સહન કરવું પડ્યું હતું એ માટે ખ્રીસ્તીઓના વડા પોપે અફસોસ દર્શાવી જાહેરમાં એમની માફી માંગી હતી. હવે જુજ અપવાદ બાદ કરતાં દુનીયાના બધા લોકો ભુગોળ અને ખગોળ વીશેનાં વૈજ્ઞાનીક સત્યો સ્વીકારી રહ્યા છે.
થોડાં વર્ષો પહેલાં પ્રવાસ દરમીયાન એક જૈન ધર્મશાળામાં રહેવાનું થયું હતું. એ ધર્મશાળાના પ્રાંગણમાં જૈન માન્યતા પ્રમાણેની પૃથ્વીનું મોટું મોડલ હતું. થાળી જેવા ગોળ આકારના કુંડની વચ્ચોવચ થાંભલા જેવો એક ઉંચો આકાર બનાવેલો હતો, જેને મેરુ પર્વત કહ્યો હતો. એ સીવાય બીજી કોઈ પર્વતમાળા નહોતી. તે ઉપરાન્ત એકમાત્ર પર્વતના તળીયાની આસપાસ સાત ખંડ અને સાત સમુદ્ર બતાવાયા હતા. એવી જ રીતે વર્ષો પહેલાં પાલીતાણાની તળેટીમાં ‘સાચી ભુગોળ’ નામે અડધા કલાકની એક ફીલ્મ જોઈ હતી. એમાં પણ આ જ પ્રકારની વાતો કહેવાઈ હતી.
જે લોકો હજી પણ પૃથ્વીનું પ્રમાણભુત સ્વરુપ સ્વીકારતા નથી એમને પુછવાનું કે, એમની માન્યતાથી અલગ હોય એવું સત્ય અન્ય કોઈ શોધે, એ સ્વીકારવામાં એમનો અહમ્ આડે આવે છે કે પછી બીજું કંઈ કારણ છે ? વધુ અગત્યની વાત એ છે કે સત્યને અવગણી, અસત્યનો સાથ આપી એનો પ્રચાર કરવામાં કયો ધર્મ પળાય છે ?
આપણી કામની વસ્તુ જ્યારે કામ કરતી અટકી જાય ત્યારે નકામી થયેલી તે ચીજ–વસ્તોનો યોગ્ય નીકાલ કરીએ છીએ. તો પછી કોઈ માહીતી કે માન્યતા ખોટી પુરવાર થતાં એને ભુલી જઈ સત્યને સ્વીકારવામાં શી તકલીફ છે ? મનની સફાઈની વાતો દરેક ધર્મમાં  કરેલી છે. એ જ રીતે મગજની સફાઈની પણ જરુર છે. એની વાતો ક્યાંય કરવામાં આવી હોય એમ લાગતું નથી.
આ તો એક નીર્દોષ બાબત છે. આવી એકેડેમીક બાબતોમાં કોણ શું માને છે એથી બીજા કોઈને કંઈ ફરક પડતો નથી. ફરક માત્ર આપણને પડે છે. એમાં આપણી મનોવૃત્તી છતી થાય છે. પોતાને ઉદાર મતવાદી અને પ્રગતીશીલ ગણાવતા આપણે અજ્ઞાની, જડ અને દમ્ભી પુરવાર થઈએ છીએ.
સૌને સમજાય એવું એક સરળ ઉદાહરણ હતું. બાકી ધર્મના નામે, ધર્મની ઓથે, ધર્મના કાર્યક્ષેત્રમાં ન હોય એવા વીષયોમાં ઘણું અગડમ્ – બગડમ્ ફેલાવવામાં આવે છે એની પણ વાતો કરવી છે.
શ્રદ્ધા – અન્ધશ્રદ્ધા વીશે આજ સુધી ઘણું લખાયું છે. વર્ષોની એ ચર્ચાનો સાર ટુંકમાં કહેવો હોય તો એ જ કે, ‘અન્ધશ્રદ્ધા ઓછી કરવા આપણે કોશીશ કરતા રહેવું જોઈએ; પણ શ્રદ્ધાને છોડવી ના જોઈએ.’ વાત તો સાચી છે; પણ શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા વચ્ચેનો ભેદ કોણ નક્કી કરે ? અને કોઈ કરે તોય બીજા એને સ્વીકારશે એવું માની ન લેવાય.
આપણને જે નજર સામે દેખાય છે, અનુભવાય છે એને અવગણીને પરમ્પરાથી ચાલી આવતી કોઈ માન્યતાને પકડી બેઠા રહીએ, એને અન્ધશ્રદ્ધા સીવાય બીજું કંઈ ન કહેવાય. પૃથ્વી વીશેની આગલી ચર્ચા તો અન્ધશ્રદ્ધા કરતાં પણ બદતર છે. ઘણી અન્ધશ્રદ્ધાઓ તાર્કીક રીતે અયોગ્ય હોય તોય; એમને ખોટી પુરવાર કરવી અઘરી હોય છે. પૃથ્વીના કદ, આકાર, પર્વતમાળાઓ, મહાસાગરો વગેરે બધા શંકા કે પ્રશ્નોથી પર છે. એમના અસ્વીકાર માટે અન્ધશ્રદ્ધાથી પણ આકરો શબ્દ શોધવાની જરુર છે.
સત્ય સામે આવીને ઉભું છે. હવે પુરાણી માન્યતાને છોડીએ. 
 લેખકસમ્પર્ક:
શ્રી મુરજી ગડા1–શ્યામ વાટીકા સોસાયટીવાસણા રોડવડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 email: mggada@gmail.com

By-ગોવીન્દ મારુ