20130104

કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધ.


The giant squid

The giant squid is a deep-ocean dwelling squid in the family Architeuthidae, represented by as many as eight species. Giant squid can grow to a tremendous size: recent estimates put the maximum size at 13 metres (43 ft) for females and 10 metres (33 ft) for males from caudal fin to the tip of the two long tentacles (second only to the colossal squid at an estimated 14 metres (46 ft), one of the largest living organisms). The mantle is about 2 metres (6.6 ft) long (more for females, less for males), and the length of the squid excluding its tentacles is about 5 metres (16 ft). There have been claims reported of specimens of up to 20 metres (66 ft), but no animals of such size have been scientifically documented.

The giant squid


સમગ્ર બ્રહ્માંડનું અસ્તીત્વ તથા સંચાલન
કેવળ એક વીરાટ અકસ્માત છે.
–      જય વીજ્ઞાન

જાપાન વીસ્તારમાં બનેલી સંહારક વીનાશક ઘટનાના અનુસન્દર્ભે એવા એવા ચીલાચાલુ ઉદ્ ગારો સાંભળવા મળે છે કે, કુદરતનો કોપ, માનવીની લાચારી, માણસનું વામણાપણું, ‘જે પોષતું તે મારતું’…! ઈત્યાદી. એક ફોનકોલના જવાબમાં મેં કહ્યું કે, આપણું અસ્તીત્વ જ શા માટે ? આપણે ખુદ પણ કેવળ એક અકસ્માત જ છીએ ! જે મીત્રો સભાન આયોજન તથા અલૌકીક સંચાલનમાં માને છે, તેઓએ આવી હાહાકારી હોનારતો પ્રસંગે ચીન્તન કરવું ઘટે કે, જો કોઈ પ્રકાંડ શક્તીસંપન્ન અપાર્થીવ તત્ત્વ દ્વારા આ સુવીરાટ સંચાલન પ્રવર્તી રહ્યું હોય તો, આવા દારુણ અકસ્માત શા માટે ? આ પ્રશ્નનો ચીલાચાલુ ઉત્તર કલ્પીને જવાબ અને તે જવાબનો જવાબેય અત્રે લખી દઉં કે, પૃથ્વી પર પાપનો બોજ વધી ગયાંનું કારણ તો હવે ભુલી જ જાઓ ! આવા ગમખ્વાર બનાવોમાં કેટલા પાપી મર્યા અને કેટલા નીર્દોષ મર્યા, એનો હીસાબ કેવી રીતે ગણીશું, ભલા !પકૃતી (કુદરત) તો જડ છે, અન્ધ છે, જે તેના પોતાના નીયમોને વશ અચુક જ વર્તે છે, બાકી તે કદીય કોપતી નથી કે રાજી થતી નથી… સુર્યમાળાના ત્રીજા નંબરના ગ્રહમાં કે ગ્રહ ઉપર હવા, પાણી, ઉષ્ણતા આદી સાનુકુળ હતાં– જો કે સંપુર્ણ તથા સદાનાં અનુકુળ તો નહીં જ– એ ફક્ત આકસ્મીક એવા ત્રીજા સ્થાનનો લાભરુપ અકસ્માત જ હતો, જેથી જીવ પ્રગટ્યો–એ બધી જ આકસ્મીક ઘટના–પરમ્પરા !
મનુષ્યનું વામણાપણું તો એની કાલગણનાની સંકુચીતતામાં રહેલું છે, બાકી તાકાતમાં તો એય કાંઈ સાવ રાંક નથી, એણે પ્રકૃતી પાસેથી, એના જ નીયમોને સ્વલાભાર્થે પ્રયોજીને, જબરજસ્ત કામ લીધું છે. પરન્તુ એથી પ્રકૃતી રુઠે એ પણ એટલું જ શક્ય, જેના અણસાર હવે આવવા માંડ્યા છે. પણ એ વાત જવા દઈએ. આજે વાત અકસ્માતની માંડી બેઠા છીએ. તો સાડા છ કરોડ કે એથી કેટલાંક વધુ વર્ષો પુર્વે આ નાનકડા (બ્રહ્માંડની તુલનામાં તો નહીંવત્) પીંડમાં એક બીજો અકસ્માત બન્યો, પ્રથમ અકસ્માત તે એ કે સજીવ કોશ પ્રગટ્યો, ત્યારે બીજો અકસ્માત વળી એવો જ એક કોશ ડાયનાસૌર નામે ઓળખાતાં વીરાટ પ્રાણીઓ રુપે વીકસીને આ ધરતીપટે માલીક બની, મગરુર થઈ મહાલવા લાગ્યો ! પછી ત્રીજો અકસ્માત: એક દી’ એકાએક કંઈક એવી નીકન્દનકારી હોનારત બની આવી કે, એ જ પૃથ્વીપટેથી એ  વીકસેલાં રુપમાં પ્રાણીઓ સદન્તર અદૃશ્ય–લુપ્ત થઈ ગયાં, ટોટલ એકસ્ટીંક્શન ! તો મીત્રો, આ બ્રહ્માંડ તથા આ અસ્તીત્વ તો આવું જ છે, ગમે ત્યારે નીકંદન ! અહીં ‘અકસ્માત’  શબ્દ પ્રયોજ્યો છે, એથી વળી ગેરસમજ થવા સંભવ છે, કારણ કે અમાન્ય, અણગમતું સત્ય નહીં સ્વીકારવાની ચીત્તવૃત્તી અતાર્કીક દલીલો જન્માવે છે. પ્રકૃતી અફર, અંધ તથા લાગણીહીન છે, એમ કહ્યું એટલે એ તો સમજી જ લેવાનું કે પ્રકૃતીને એના પોતાના ગુણધર્મ તથા નીયમો છે અને અવીરામ કાલ (સમય) એનો અફર સારથી છે, જે પોતાની ગતીવીધીમાં એક ક્ષણનોય વીરામ લેતો નથી કે લેવા દેતો નથી. પરીણામરુપ છે, નીરન્તર પરીવર્તન ! બધું જ કાલાનુસાર અવીરામ બદલાતું રહે છે. ડાયનાસૌરની ઉત્પત્તી કે આપણું પ્રાગટ્ય, એ બધું જ પ્રકૃતીના એ અફર ગુણધર્મ તથા કાલની એ અવીરામ ગતીને જ આભારી છે. હા, આ બધું જ કારણ તથા અર્થ શોધતા માનવી માટે ‘અકસ્માત’નું ‘કસ્માત્’ છે, એ જ વૈજ્ઞાનીક સંશોધન.
ટુંકમાં, આ બ્રહ્માંડનો પણ એકદા નાશ–સર્વનાશ થવાનો જ છે, જે આવા જ ‘કસ્માત્ વાળો’ અકસ્માત બની રહેશે. જો કે ત્યારે એને ‘અકસ્માત’ કહેવાવાળા, મતલબ કે આપણે હસ્તીમાં નહીં જ હોઈએ. આ પૃથ્વીમૈયા પાસે આપણને લાંબાકાળ સુધી અડગ રક્ષણ આપે એવી કે એટલી ગુંજાઈશ જ નથી, એ પરાવલંબી છે. દા.ત. પાંચેક અબજ વર્ષો બાદ આપણો આ જીવનદાતા સુર્ય બુઝાઈ જવાનો છે, કારણ કે એનું બળતણ ખુટી પડવાનું છે. સુર્યના પેટાળમાં દોઢ કરોડ ડીગ્રીની ઉષ્ણતા સાથે પ્રતીસેકંડ 44 લાખ ટનના દરે હાઈડ્રોજન નીરન્તર સળગી રહ્યો છે, જે હજી ભવીષ્યમાં પાંચેક અબજ વર્ષ સુધી ચાલશે. બુઝાઈ ગયેલો સુરજ ફક્ત હેલીયમનો એક વીરાટ નપુસંક પીંડ બની રહેશે, જે પૃથ્વીને જીવનનો રજ માત્ર અંશ આપવા શક્તીમાન નહીં હોય. પછી સુરજ ફુલશે, બુધ તથા શુક્રને ગળી જશે અને ત્યારે આપણી પૃથ્વીની સપાટીની ઉષ્ણતા ત્રણ હજાર ડીગ્રી પર પહોંચી ગઈ હશે, જે સુર્યની બાહ્ય સપાટીનું ઉષ્ણતામાન હશે. આવી પરીસ્થીતીમાં કોઈ પણ પ્રકારનું જીવન ટકવાની તો કલ્પના જ ન કરશો, મીત્રો ! પછી સુર્ય પૃથ્વીનેય ગળી જશે અને પેટાળમાં પહોંચતા જ અંદરની ઉષ્ણતાના દાહથી ધરતીમાતા જલીને વાયુરુપ બની ઉડી જશે.
પરન્તુ બ્રહ્માંડનો વીનાશ કેવળ આમ તારકપીંડોના બુઝાવા માત્રથી જ અટકતો નથી. સાતેક અબજ વર્ષ બાદ, આપણી આકાશગંગા એન્ડ્રોમેડા નામક અન્ય નીહારીકા (ગેલેક્સી) સાથે ટકરાશે ત્યારે જન્મનારી અન્ધાધુન્ધીમાં તારકપીંડો ભાગંભાગ કરતા હશે, જેઓ ગુરુત્વાકર્ષણબળે નજીકના ગ્રહોનું અપહરણ કરીને ક્યાંના ક્યાં, અનીશ્વીત અને અજ્ઞાત સ્થળે ઉઠાવી જશે. ત્યારે પૃથ્વીને બચાવી લેનાર કોઈ વરાહાવતાર પ્રગટવાની પ્રાર્થના કરનાર પણ કોઈ જીવ અસ્તીત્વમાં નહીં હોય ! શક્ય છે કે આપણી પૃથ્વીનો પીંડ કોઈ બીજા જ, જુદા તારક (સુર્ય) ફરતે ભ્રમણ કરતો થઈ જાય; પરન્તુ તે નવો પીતા આપણને માફકસરની જ ઉષ્ણતા આપશે, એમ ખાતરીપુર્વક ના કહી શકાય !
ધીમે ધીમે, આવી બહુવીધ પ્રક્રીયાઓ દ્વારા બ્રહ્માંડ એ ઉષ્ણતા સંપુર્ણત: ગુમાવી દેશે, મતલબ કે સમગ્ર તથા સર્વસ્વ થીજી જશે. એ જ બ્રહ્માંડનો અંત, જ્યારે કોઈ ‘બીગબેંગ’ (મહાવીસ્ફોટ) નહીં થાય !
પ્રા. રમણ પાઠક

ભરતવાક્ય

નવાં નવાં સંશોધનની વૈજ્ઞાનીક પદ્ધતીઓમાંની ઘણી ભલે આજે અન્ધ છેડે જઈને અટકી પડતી હોય, થમ્ભી જતી હોય; પરન્તુ તે પણ નવા નવા વીચારને તો ઢંઢોળી જ જાય છે, અભીનવ નમુનાઓને પ્રત્યક્ષ કરે છે અને કેટલાક સ્પષ્ટ રીતે સત્ય એવા નવા સીદ્ધાન્તોને જન્મ આપે છે, એ જ એની નક્કર સમ્પત્તી છે. બ્રહ્માંડની ગતીવીધીઓ ઉકેલવામાં, માનવજ્ઞાનના ઈતીહાસમાં આવા કોઈ ભવ્ય પુરુષાર્થ અન્ય થયેલો નોંધાયો નથી.
–  નીલ દ ગ્રાસ ટાયસન
(અમેરીકાનો હયાત ભૌતીક વીજ્ઞાની)
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની, (શનીવાર તા. 19 માર્ચ, 2૦11ની) લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’માંથી સાભાર.. લેખક અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી..
By-ગોવીન્દ મારુ